પોસ્ટ્સ

દહીની કિંમત

છબી
  ૪૫ વર્ષની ઉમરે મદનલાલની પત્નીનું અવસાન થયું. થોડા દિવસ પછી લોકો તેમને સલાહ આપવા લાગ્યા કે હજી ઉંમર નાની છે બીજા લગન કરી લો, પણ મદનલાલે આ બધાને ના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલ દિકરારૂપી શ્રેષ્ઠ ભેટ મારી પાસે છે. તેની સાથે હવે આ જિંદગી પસાર થઈ જશે... દિકરો મોટો થયો એટલે પિતાએ પોતાનો ધંધો દિકરાને સોંપી દીધો. ઓફિસ જવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી દિકરાના લગન પણ કરાવી આપ્યા. પિતા હવે વધારે નિશ્ચિત થઈ ગયા. ઘરનો વ્યવહાર પિતાએ દિકરાની પત્નીને સોંપી દીધો. દિકરાના લગનના એકવર્ષ પછી એક દિવસ મદનલાલ ભોજન લઈ રહ્યા હતા. તેમણે વહુ પાસે દહીં માગ્યું પણ પણ વહુએ કહ્યું કે દહી તો નથી. આથી તેઓ ભોજન કરીને બહાર આટો મારવા નીકળી ગયા. થોડીવાર પછી વહુ અને દિકરો ભોજન કરવા બેઠા. ભોજનમાં દહીથી ભરેલ બે ગ્લાસ પણ હતા. આ જોઇ દિકરાએ કોઇ પ્રતિક્રિયા ન આપી અને ભોજન પૂર્ણ કરી તે ઓફિસે ચાલ્યો ગયો. થોડા દિવસ પછી દિકરાએ તેના પિતાને કહ્યું કે પપ્પા આપણે કાલે કોર્ટમાં જવાનું છે. તમારા લગન છે...! નવાઈ સાથે પિતાએ કહ્યું કે દિકરા મારે ક્યા પત્નીની જરૂર છે અને તને હું અને તારી પત્ની એટલો પ્રેમ કરીએ છીએ કે તારે હાલ માતાની

હરીફાઈ

છબી
એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ખૂબજ ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું. ઘણા બધા દેડકાઓ ભાગ લેવા આવ્યા હતા. કેટલાય દેડકાઓનું ટોળું મિનારાની આસપાસ એકઠું થયું હતું. મિનારાની ઊંચાઈ બહુ હતી. એથી આસપાસ એકઠા થયેલા દેડકાઓની ભીડ ભાગ લેવા આવેલા દેડકાઓને બૂમો પાડી પાડીને ચેતવી  રહ્યા હતા કે, “ભાઈઓ મિનારો ખૂબ ઊંચો છે. આપ કોઈ કાળે એને સર નહીં કરી શકો. માટે પાછા વળી જાઓ. ઈનામની લ્હાયમાં નકામી જાન ગુમાવશો.” ટોળાની ઉશ્કેરણીથી ભાગ લેવા આવેલા કેટલાયે દેડકાઓ પાછા વળી ગયા. કેટલાક દેડકા મિનારા પર અડધે સુધી પહોંચી ગયા હતા. નીચે ઊભેલું ટોળું બૂમો પાડી પાડીને એમને પણ ડરાવવા લાગ્યું, “મિત્રો બસ બહુ થયું. હવે જોખમ ના લો. નીચે ઊતરી જાઓ.” ટોળાની બૂમો સાંભળી અડધે સુધી પહોંચી ગયેલા દેડકાઓ પણ ગભરાઈને નીચે ઊતરી ગયા. એકાદ બે દેડકા તો ટોચથી માત્ર થોડુંક અંતર જ દૂર હતા છતાં ગભરાઈને નીચે ઊતરી ગયા.  પણ એક દેડકો એ ટોળાની વાતને બિલકુલ કાને નહોતો ધરતો. એ ધીમી અને મક્કમ ચાલે મિનારાની ઊંચાઈ હાંસલ કરી રહ્યો હતો અને આખરે એ ટોચ પર પહોચી પણ ગયો. ચારે તરફ એની વાહવાહી થઈ ગઈ. એને ઈનામથી

યુક્તિ

છબી
  એક  દેશમાં એક ક્રૂર અને હિંસક રાજા હતો.  એ રાજા એક આંખે કાણો અને એક પગે લંગડો હતો.  રાજાએ આખા રાજ્યમાં ફરમાન જાહેર કર્યું. જે મારું સૌથી સુંદર ચિત્ર બનાવશે એને હું એક લાખ સોના મહોર આપીશ. પણ જો ચિત્ર મને નહીં ગમે તો હું એને ફાંસીએ લટકાવી દઈશ.    હવે લંગડો અને કાણો રાજા હોય એનું ચિત્ર ક્યાંથી સારું દેખાય. ઇનામ ખૂબ જ મોટું હતું,  પરંતુ બધા જ ચિત્રકારો ડરી ગયા હતા.   હવે આ વાર્તા અહીં રોકી, તમે તમારી આંખો બંધ કરી કોઈ સારી યુક્તિ વિચારો.  વિચારો... વિચારો... વિચારો... હવે વાર્તા આગળ ચાલુ કરીએ....   એક ચિત્રકાર આગળ આવ્યો, અને એણે કહ્યું કે રાજાજી હું દોરીશ તમારું સૌથી સુંદર ચિત્ર. એ ચિત્રકારે એની બુદ્ધિ વાપરી. એણે રાજાને ચિત્રમાં ઘોડા પર બેસાડ્યો  એટલે એક બાજુનો પગ દેખાય નહીં. અને એણે રાજા ને શિકાર કરતો બતાવ્યો. શિકાર માટે એને નિશાનો લગાવવા એક આંખ બંધ કરી હતી. અને રાજાનું ખૂબ જ સુંદર ચિત્ર તૈયાર હતું.      રાજાને ચિત્ર ખૂબ જ ગમ્યું  અને રાજાએ ચિત્રકારને એક લાખ સોના મહોર આપી.    બોધ: પરિસ્થિતિ કેવી પણ હોય  પોતાની બુદ્ધિ થી  આપણે કોઈને કોઈ હલ જરૂર નીકાળી શકીએ છીએ.     અમારા WhatsApp

ગરુડનું બચ્ચું

છબી
  એક માણસે મરઘીના માળામાં ગરુડનું ઈંડું મૂકી દીધું. ઈંડું એમાં પાકવા લાગ્યું અને થોડા સમય બાદ ગરુડના બચ્ચાનો જન્મ થયો. બચ્ચું પોતાને મરઘી સમજીને મોટું થવા લાગ્યું. મરઘીનાં બીજાં બચ્ચાં જેમ કરે તેમ એ પણ કરવા માંડ્યું. મરઘીનાં બચ્ચાં વધારે ઊડી નહોતાં શકતાં એટલે એ પણ વધારે ઊંચે નહોતું ઊડતું.    ઘીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. ગરુડનું બચ્યું મરઘીનાં બચ્ચાં સાથે રહીને એમના જેવું જ બની ગયું હતું. એક દિવસ એ મરઘીનાં બચ્ચાં સાથે જંગલમાં ફરવા નીકળ્યું હતું. એણે જોયું કે આકાશમાં એક ગરુડ અદ્ભુત ઉડાન ભરી રહ્યું હતું. સે સડસડાટ ઊંચે ઊડતું જોઈને એણે સાથેના મરઘીના બચ્ચાને પૂછ્યું, “અરે વાહ, આ પક્ષી તો જોરદાર ઊડે છે. આપણે પણ એવું ઊંચું ઊડવું હોય તો શું કરવું પડે? એ પક્ષીનું નામ શું છે?” મરઘીના બચ્ચાએ જવાબ આપ્યો, “છાનુંમાનું બેસ, તું એના જેવું કદી ના ઊડી શકે, એ તો ગરુડ છે અને તું મરઘીનું બચ્યું. તું તારી હેસિયતમાં રહે. ગરુડના વાદ ના કરાય તારાથી.”    ગરુડના બચ્ચાને જે જવાબ મળ્યો તે એણે ગાંઠે બાંધી દીધો અને પોતાની સાચી ઓળખ ના થવાને લીધે આખી જિંદગી મરઘીના બચ્ચા તરીકે જ વિતાવી દીધી. એ મરઘીના બચ્ચા તરીકે

તડફડિયા

છબી
      પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતાં અને તેમની જોડે ધનની કોઇ ખોટ હતી નહીં. દૂર-દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓને લઇને આવતાં અને તેઓ સમાધાન જણાવતાં હતાં.        તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી નોહતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી તમે મને કોઇ એવો ઉપાય જણાવો, જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું.  સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે.     બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો. સંત પણ ત્યાં પહોંચી ગયાં હતાં.  સંત તે યુવકને લઇને નદીની વચ્ચે પહોંચી ગયાં. હવે બંનેના માત્ર માથા જ પાણીની બહાર હતાં. ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડુબાડવા લાગ્યાં.    યુવક પાણીમા ડુબવા લાગ્યો  અને તડફડીયા મારવા લાગ્યો,  જેમ-તેમ કરીને તે સંતના હાથમાંથી છુટીને નદીની બહાર આવી ગયો. સંત પણ નદીમાંથી બહાર આવી ગયાં. યુવકે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઇચ્છો છો. સંતે કહ્યું કે

સફળતાનાં સોપાનો: સ્વામી વિવેકાનંદ

છબી
          આજના સ્પર્ધાત્મક અને માનસિક તનાવપૂર્ણ યુગમાં એકાગ્રતા, આત્મશ્રદ્ધા અને ઉત્તમ વિચારશક્તિ કેળવીને દૃઢ મને જગત સામે ઊભા રહેવાની અને બધા પડકારોની વચ્ચે ઊભા થવાની શક્તિ અર્પતી સંજીવની સમી પુસ્તિકા એટલે ‘સફળતાનાં સોપાનો’ વિચારશક્તિ  ૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે. તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો; તે વિચારો અને આદર્શોને દિવસરાત તમારી સમક્ષ રાખો; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે જ ૨. એક વિચાર લો. એ એક વિચારને તમારા જીવન નું લક્ષ્ય બનાવી લ્યો,  તેના વિશે જ વિચાર કરો. તેના જ સ્વપ્ન દેખો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. આજ સફળ થવાનો એક માત્ર માર્ગ છે. ૩. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો એ માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. ૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને