યુક્તિ
એક દેશમાં એક ક્રૂર અને હિંસક રાજા હતો. એ રાજા એક આંખે કાણો અને એક પગે લંગડો હતો. રાજાએ આખા રાજ્યમાં ફરમાન જાહેર કર્યું. જે મારું સૌથી સુંદર ચિત્ર બનાવશે એને હું એક લાખ સોના મહોર આપીશ. પણ જો ચિત્ર મને નહીં ગમે તો હું એને ફાંસીએ લટકાવી દઈશ.
હવે લંગડો અને કાણો રાજા હોય એનું ચિત્ર ક્યાંથી સારું દેખાય. ઇનામ ખૂબ જ મોટું હતું, પરંતુ બધા જ ચિત્રકારો ડરી ગયા હતા.
હવે આ વાર્તા અહીં રોકી, તમે તમારી આંખો બંધ કરી કોઈ સારી યુક્તિ વિચારો.
વિચારો...
વિચારો...
વિચારો...
હવે વાર્તા આગળ ચાલુ કરીએ....
એક ચિત્રકાર આગળ આવ્યો, અને એણે કહ્યું કે રાજાજી હું દોરીશ તમારું સૌથી સુંદર ચિત્ર. એ ચિત્રકારે એની બુદ્ધિ વાપરી. એણે રાજાને ચિત્રમાં ઘોડા પર બેસાડ્યો એટલે એક બાજુનો પગ દેખાય નહીં. અને એણે રાજા ને શિકાર કરતો બતાવ્યો. શિકાર માટે એને નિશાનો લગાવવા એક આંખ બંધ કરી હતી. અને રાજાનું ખૂબ જ સુંદર ચિત્ર તૈયાર હતું.
રાજાને ચિત્ર ખૂબ જ ગમ્યું અને રાજાએ ચિત્રકારને એક લાખ સોના મહોર આપી.
બોધ: પરિસ્થિતિ કેવી પણ હોય પોતાની બુદ્ધિ થી આપણે કોઈને કોઈ હલ જરૂર નીકાળી શકીએ છીએ.