પોસ્ટ્સ

ડિસેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હરીફાઈ

છબી
એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ખૂબજ ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું. ઘણા બધા દેડકાઓ ભાગ લેવા આવ્યા હતા. કેટલાય દેડકાઓનું ટોળું મિનારાની આસપાસ એકઠું થયું હતું. મિનારાની ઊંચાઈ બહુ હતી. એથી આસપાસ એકઠા થયેલા દેડકાઓની ભીડ ભાગ લેવા આવેલા દેડકાઓને બૂમો પાડી પાડીને ચેતવી  રહ્યા હતા કે, “ભાઈઓ મિનારો ખૂબ ઊંચો છે. આપ કોઈ કાળે એને સર નહીં કરી શકો. માટે પાછા વળી જાઓ. ઈનામની લ્હાયમાં નકામી જાન ગુમાવશો.” ટોળાની ઉશ્કેરણીથી ભાગ લેવા આવેલા કેટલાયે દેડકાઓ પાછા વળી ગયા. કેટલાક દેડકા મિનારા પર અડધે સુધી પહોંચી ગયા હતા. નીચે ઊભેલું ટોળું બૂમો પાડી પાડીને એમને પણ ડરાવવા લાગ્યું, “મિત્રો બસ બહુ થયું. હવે જોખમ ના લો. નીચે ઊતરી જાઓ.” ટોળાની બૂમો સાંભળી અડધે સુધી પહોંચી ગયેલા દેડકાઓ પણ ગભરાઈને નીચે ઊતરી ગયા. એકાદ બે દેડકા તો ટોચથી માત્ર થોડુંક અંતર જ દૂર હતા છતાં ગભરાઈને નીચે ઊતરી ગયા.  પણ એક દેડકો એ ટોળાની વાતને બિલકુલ કાને નહોતો ધરતો. એ ધીમી અને મક્કમ ચાલે મિનારાની ઊંચાઈ હાંસલ કરી રહ્યો હતો અને આખરે એ ટોચ પર પહોચી પણ ગયો. ચારે તરફ એની વાહવાહી થઈ ગઈ. એને ઈનામથી

યુક્તિ

છબી
  એક  દેશમાં એક ક્રૂર અને હિંસક રાજા હતો.  એ રાજા એક આંખે કાણો અને એક પગે લંગડો હતો.  રાજાએ આખા રાજ્યમાં ફરમાન જાહેર કર્યું. જે મારું સૌથી સુંદર ચિત્ર બનાવશે એને હું એક લાખ સોના મહોર આપીશ. પણ જો ચિત્ર મને નહીં ગમે તો હું એને ફાંસીએ લટકાવી દઈશ.    હવે લંગડો અને કાણો રાજા હોય એનું ચિત્ર ક્યાંથી સારું દેખાય. ઇનામ ખૂબ જ મોટું હતું,  પરંતુ બધા જ ચિત્રકારો ડરી ગયા હતા.   હવે આ વાર્તા અહીં રોકી, તમે તમારી આંખો બંધ કરી કોઈ સારી યુક્તિ વિચારો.  વિચારો... વિચારો... વિચારો... હવે વાર્તા આગળ ચાલુ કરીએ....   એક ચિત્રકાર આગળ આવ્યો, અને એણે કહ્યું કે રાજાજી હું દોરીશ તમારું સૌથી સુંદર ચિત્ર. એ ચિત્રકારે એની બુદ્ધિ વાપરી. એણે રાજાને ચિત્રમાં ઘોડા પર બેસાડ્યો  એટલે એક બાજુનો પગ દેખાય નહીં. અને એણે રાજા ને શિકાર કરતો બતાવ્યો. શિકાર માટે એને નિશાનો લગાવવા એક આંખ બંધ કરી હતી. અને રાજાનું ખૂબ જ સુંદર ચિત્ર તૈયાર હતું.      રાજાને ચિત્ર ખૂબ જ ગમ્યું  અને રાજાએ ચિત્રકારને એક લાખ સોના મહોર આપી.    બોધ: પરિસ્થિતિ કેવી પણ હોય  પોતાની બુદ્ધિ થી  આપણે કોઈને કોઈ હલ જરૂર નીકાળી શકીએ છીએ.     અમારા WhatsApp

ગરુડનું બચ્ચું

છબી
  એક માણસે મરઘીના માળામાં ગરુડનું ઈંડું મૂકી દીધું. ઈંડું એમાં પાકવા લાગ્યું અને થોડા સમય બાદ ગરુડના બચ્ચાનો જન્મ થયો. બચ્ચું પોતાને મરઘી સમજીને મોટું થવા લાગ્યું. મરઘીનાં બીજાં બચ્ચાં જેમ કરે તેમ એ પણ કરવા માંડ્યું. મરઘીનાં બચ્ચાં વધારે ઊડી નહોતાં શકતાં એટલે એ પણ વધારે ઊંચે નહોતું ઊડતું.    ઘીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. ગરુડનું બચ્યું મરઘીનાં બચ્ચાં સાથે રહીને એમના જેવું જ બની ગયું હતું. એક દિવસ એ મરઘીનાં બચ્ચાં સાથે જંગલમાં ફરવા નીકળ્યું હતું. એણે જોયું કે આકાશમાં એક ગરુડ અદ્ભુત ઉડાન ભરી રહ્યું હતું. સે સડસડાટ ઊંચે ઊડતું જોઈને એણે સાથેના મરઘીના બચ્ચાને પૂછ્યું, “અરે વાહ, આ પક્ષી તો જોરદાર ઊડે છે. આપણે પણ એવું ઊંચું ઊડવું હોય તો શું કરવું પડે? એ પક્ષીનું નામ શું છે?” મરઘીના બચ્ચાએ જવાબ આપ્યો, “છાનુંમાનું બેસ, તું એના જેવું કદી ના ઊડી શકે, એ તો ગરુડ છે અને તું મરઘીનું બચ્યું. તું તારી હેસિયતમાં રહે. ગરુડના વાદ ના કરાય તારાથી.”    ગરુડના બચ્ચાને જે જવાબ મળ્યો તે એણે ગાંઠે બાંધી દીધો અને પોતાની સાચી ઓળખ ના થવાને લીધે આખી જિંદગી મરઘીના બચ્ચા તરીકે જ વિતાવી દીધી. એ મરઘીના બચ્ચા તરીકે