તડફડિયા
પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતાં અને તેમની જોડે ધનની કોઇ ખોટ હતી નહીં. દૂર-દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓને લઇને આવતાં અને તેઓ સમાધાન જણાવતાં હતાં. તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી નોહતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી તમે મને કોઇ એવો ઉપાય જણાવો, જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું. સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે. બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો. સંત પણ ત્યાં પહોંચી ગયાં હતાં. સંત તે યુવકને લઇને નદીની વચ્ચે પહોંચી ગયાં. હવે બંનેના માત્ર માથા જ પાણીની બહાર હતાં. ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડુબાડવા લાગ્યાં. યુવક પાણીમા ડુબવા લાગ્યો અને તડફડીયા મારવા લાગ્યો, જેમ-તેમ કરીને તે સંતના હાથમાંથી છુટીને નદીની બહાર આવી ગયો. સંત પણ નદીમાંથી બહાર આવી ગયાં. યુવકે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઇચ્છો છો. સંતે કહ્યું કે