પોસ્ટ્સ

જાન્યુઆરી, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દહીની કિંમત

છબી
  ૪૫ વર્ષની ઉમરે મદનલાલની પત્નીનું અવસાન થયું. થોડા દિવસ પછી લોકો તેમને સલાહ આપવા લાગ્યા કે હજી ઉંમર નાની છે બીજા લગન કરી લો, પણ મદનલાલે આ બધાને ના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલ દિકરારૂપી શ્રેષ્ઠ ભેટ મારી પાસે છે. તેની સાથે હવે આ જિંદગી પસાર થઈ જશે... દિકરો મોટો થયો એટલે પિતાએ પોતાનો ધંધો દિકરાને સોંપી દીધો. ઓફિસ જવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી દિકરાના લગન પણ કરાવી આપ્યા. પિતા હવે વધારે નિશ્ચિત થઈ ગયા. ઘરનો વ્યવહાર પિતાએ દિકરાની પત્નીને સોંપી દીધો. દિકરાના લગનના એકવર્ષ પછી એક દિવસ મદનલાલ ભોજન લઈ રહ્યા હતા. તેમણે વહુ પાસે દહીં માગ્યું પણ પણ વહુએ કહ્યું કે દહી તો નથી. આથી તેઓ ભોજન કરીને બહાર આટો મારવા નીકળી ગયા. થોડીવાર પછી વહુ અને દિકરો ભોજન કરવા બેઠા. ભોજનમાં દહીથી ભરેલ બે ગ્લાસ પણ હતા. આ જોઇ દિકરાએ કોઇ પ્રતિક્રિયા ન આપી અને ભોજન પૂર્ણ કરી તે ઓફિસે ચાલ્યો ગયો. થોડા દિવસ પછી દિકરાએ તેના પિતાને કહ્યું કે પપ્પા આપણે કાલે કોર્ટમાં જવાનું છે. તમારા લગન છે...! નવાઈ સાથે પિતાએ કહ્યું કે દિકરા મારે ક્યા પત્નીની જરૂર છે અને તને હું અને તારી પત્ની એટલો પ્રેમ કરીએ છીએ કે તારે હાલ માતાની